લોકસભા ચૂંટણી અગાઉ આનંદીબેને PM મોદી પર આપ્યું એવું નિવેદન, વાઈરલ થયો VIDEO 

લોકસભાની ચૂંટણી હવે ઢૂંકડી છે ત્યારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમની આજુબાજુ ઊભેલા લોકોને કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન રાખવાનું કહી રહ્યાં છે. કોંગ્રેસે આ અંગે વિરોધ વ્યક્ત કરતા રાજ્યપાલ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે જો તેમણે ભાજપના કાર્યકર બનીને કામ કરવાનું હોય તો તેમણે બંધારણીય પદની ગરિમાને ધ્યાનમાં રાખીને પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. 

લોકસભા ચૂંટણી અગાઉ આનંદીબેને PM મોદી પર આપ્યું એવું નિવેદન, વાઈરલ થયો VIDEO 

રીવા (મધ્ય પ્રદેશ): લોકસભાની ચૂંટણી હવે ઢૂંકડી છે ત્યારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમની આજુબાજુ ઊભેલા લોકોને કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન રાખવાનું કહી રહ્યાં છે. કોંગ્રેસે આ અંગે વિરોધ વ્યક્ત કરતા રાજ્યપાલ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે જો તેમણે ભાજપના કાર્યકર બનીને કામ કરવાનું હોય તો તેમણે બંધારણીય પદની ગરિમાને ધ્યાનમાં રાખીને પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. 

રીવા જિલ્લાના ગુઢમાં સ્થાપિત વિશ્વના સૌથી મોટા અલટ્રા મેગા સોલર પાવર પ્લાન્ટને જોયા બાદ આ પ્લાન્ટની આસપાસના ગામડાઓના લોકો સાથે શનિવારે ઔપચારિક ચર્ચાનો આનંદીબેન પટેલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેઓ કહી રહ્યાં છે કે ચાલો બહુ સારો પ્રોજેક્ટ (અલ્ટ્રા મેગા સોલર પાવર પ્લાન્ટ) થઈ રહ્યો છે. તેનો લાભ તમને બધાને મળશે. 

આ વીડિયોમાં ત્યાં હાજર લોકોમાંથી એક વ્યક્તિ કહી રહ્યો છે કે તમારી સાથે અમે બધા સીધા રૂબરૂ થઈ રહ્યાં છીએ. સારુ લાગે છે. તમે પધાર્યા છો. અમને બધાને મળ્યા છો. આવો સહયોગ ફરીથી બનતો રહે. જેના જવાબમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ કહે છે કે આવું તો અનેકવાર થશે. મોદી સાહેબ પર ધ્યાન રાખો. 

કોંગ્રેસે માંગ્યુ રાજીનામું
મધ્ય પ્રદેશ કોંગ્રેસ કમિટીના મીડિયા વિભાગના અધ્યક્ષ શોભા ઓઝાએ રાજ્યપાલના આ વીડિયો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યપાલ ભાજપના કાર્યકર્તાની જેમ કામ કરી રહ્યાં છે. જો રાજ્યપાલને ભાજપના કાર્યકર્તા બનીને કામ કરવું હોય તો તેઓ પદેથી રાજીનામું આપી દે અને જઈને લોકસભા ચૂંટણી લડે. 

પહેલા પણ થયો હતો વિવાદ
ઓઝાએ કહ્યું કે આ પહેલીવાર નથી બન્યું, આ અગાઉ પણ ચિત્રકૂટના પ્રવાસ સમયે સતના એરપોર્ટ પર ભાજપના પદાધિકારીઓને જીતનો મંત્ર આપીને તેઓ વિવાદમાં આવ્યાં હતાં. શોભાએ આરોપ લગાવતા કહ્યું કે પહેલા પણ રાજ્યપાલે વિધાનસભામાં અભિભાષણ દરમિયાન ભાજપ પ્રત્યે નિષ્ઠા બતાવી હતી. કોંગ્રેસના કરજમાફીના પોઈન્ટને વાંચ્યો જ નહીં અને ભાષણમાં લખ્યું પણ નહતું અને ભાજપના નારાને વાંચી નાખ્યો. 

ભાજપનું નિવેદન
આ બાજુ ભોપાલ સીટથી ભાજપના સાંસદ આલોક સંજરે કોંગ્રેસ પર બંધારણીય પદોનું સન્માન ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે રાજ્યપાલે મોદીજી પર ધ્યાન રાખવાની વાત કરી છે. તેમા ખોટું શું છે. મોદીજી દેશના વડાપ્રધાન છે. રાજ્યપાલનો કહેવાનો અર્થ એ હતો કે મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલા સ્વચ્છ ભારત અભિયાન અને ઉજ્જવલા જેવી વિભિન્ન યોજનાઓનો ફાયદો લે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news